સિવિલમાં નર્સની ગંભીર બેદરકારી:પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકને બાજુના બેડના બાળદર્દીનુ ઇન્જેક્શન આપી દીધું, મામલો RMO સુધી પહોંચતા ખુલાસો મંગાયો

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ (પીડિયાટ્રિક) વિભાગમાં તબીબી સ્ટાફની અક્ષમ્ય અને ગંભીર બેદરકારી સામે આવતાં દર્દીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. એનિમિયા (લોહીની કમી) ની સારવાર માટે દાખલ કરાયેલા એક માસૂમ બાળકને નર્સે બાજુના બેડ પર સારવાર લઈ રહેલી અન્ય બાળકી માટે નિર્ધારિત કરેલું ઇન્જેક્શન આપી દીધું હતું. આ ગંભીર ભૂલ બહાર આવતાં હોસ્પિટલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. માતા વોશરૂમ ગઈ ને નર્સે ખોટું ઇન્જેક્શન આપી દીધું
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર નજીકના પેથાપુર ગામના રહેવાસી બળવંતસિંહ ચાવડા પોતાના બાળકને શરીરમાં લોહીની કમી હોવાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. તબીબી તપાસ અને રિપોર્ટ્સ બાદ બાળકને પીડિયાટ્રિક વોર્ડ નંબર F-2માં એડમિટ કરવામાં આવ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી બાળકને માત્ર દવાઓ અપાતી હતી અને કોઈ ઇન્જેક્શન આપવાનું ન હતું. દરમિયાન, બાળકની માતા થોડા સમય માટે વોશરૂમ ગઈ હતી અને બેડ પાસે માત્ર પિતા હાજર હતા. તે જ ક્ષણે વોર્ડની સ્ટાફ નર્સે આવીને બાજુના ખાટલા પર એડમિટ અન્ય દર્દી બાળકી માટે લાવેલું ઇન્જેક્શન સીધું બળવંતસિંહના બાળકને આપી દીધું હતું. RMO એ નર્સ અને વિભાગીય વડા પાસે ખુલાસો માગ્યો
સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને સુપ્રિટેન્ડેન્ટ સુધી પહોંચ્યો હતો. “પીડિત બાળકના વાલી તરફથી મળેલી લેખિત રજૂઆતને આધારે પીડિયાટ્રિક વિભાગના હેડ તેમજ ફરજ પર રહેલી સંબંધિત નર્સ પાસે સત્તાવાર ખુલાસો પૂછવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.”— ડૉ. વિપુલાબેન પંડ્યા, ઇન્ચાર્જ RMO, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ભૂલ સ્વીકારી માફીપત્ર લખ્યું પણ પરિવારને ન આપ્યું
બાળકની માતા પરત આવતાં તેમણે ઇન્જેક્શન આપવા બાબતે સ્ટાફની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન નર્સે સ્વીકાર્યું હતું કે ઉતાવળમાં બાજુના બેડની બાળકીનું ઇન્જેક્શન આ બાળકને અપાઈ ગયું છે. પોતાના માસૂમ બાળકના જીવ સાથે ચેડાં થતાં ગભરાયેલા પરિવારે હોબાળો મચાવ્યો હતો અને લેખિતમાં ભૂલ સ્વીકારવા માગણી કરી હતી. પરિસ્થિતિ વણસતાં નર્સે એક કાગળ પર માફીપત્ર લખી તો આપ્યું, પરંતુ બાદમાં તે કાગળ પરિવારને સોંપવાને બદલે પોતાની પાસે જ છુપાવી લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *