સુમુલ ડેરીના પ્રમુખ તરીકે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની વરણી:ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી, બે વખત મિંટિગ થયા બાદ ભાજપ નેતાઓમાં હતી ખેંચતાણ

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

સુરત સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ડેરીના પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામિતની વરણી કરી દેવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. સુમુલના પદાધિકારીઓની વરણી લાંબા સમયથી ઘોંચમાં પડી હતી. એટલે કે બે-બે વખત મીટીંગ થયા બાદ પણ ભાજપના નેતાઓમાં ખેંચતાણ હતી. આખરે ગણેશ વિસર્જનના દિવસે જ ભાજપના નેતાઓના અહમનું વિસર્જન થયું છે. સુમુલ ડેરીની ચૂંટણીના લાંબા સમય બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *