સુરતથી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે 3 વર્ષથી ફરાર આરોપી ઝડપ્યો:દવાની એજન્સીમાં નુકસાન બાદ કોર્ટ કેસ થતાં ફરાર હતો; DGVCLમાં ખાનગી નોકરી કરતો હતો

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે છેલ્લા 3 વર્ષથી પકડ વોરંટમાં નાસતા-ફરતા આરોપીને સુરતના કડોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.પોલીસે માનવ ગુપ્ત બાતમી અને ટેક્નિકલ સોર્સના આધારે સફળ ઓપરેશન પાર પાડી આરોપીને પકડી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે અમરેલી સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ધંધામાં નુકસાન જતાં મિત્ર સાથે લેવડદેવડનો વિવાદ બનાવની વિગતો અનુસાર, આશરે 6 વર્ષ અગાઉ આરોપીએ પોતાના મિત્ર સાથે દવાની એજન્સીના વ્યવસાયમાં રોકાણ કર્યું હતું. આ વ્યવસાયમાં મોટું નુકસાન થતાં ફરિયાદી મિત્રને આરોપી પાસેથી નાણાં લેવાના નીકળતા હતા. રકમ ચુકવવામાં ન આવતાં ફરિયાદીએ અમરેલીની એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી કેસ નંબર 3455/2023 દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે પકડ વોરંટ જારી કર્યું હતું. સુરતમાં છુપાયેલા આરોપીની ધરપકડ કરતી પોલીસ ટીમ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઇ સી.પી. વાઘેલા તથા PSI એન.જી. સાપરાની દેખરેખ હેઠળ એ.એસ.આઈ. અજયભાઈ એમ. સોલંકી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. મૂળ અમરેલીના ગુરૂકૃપાનગરનો વતની અને હાલ સુરતના અમરોલી ખાતે રહી DGVCLમાં ખાનગી નોકરી કરતો નીહાલ જીતેન્દ્રગીરી ગૌસ્વામી (ઉંમર 29 વર્ષ) કડોદરામાં હોવાની બાતમી મળતાં જ પોલીસે તેને ઝડપી પાડી પેન્ડિંગ વોરંટની બજવણી કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *