સુરતમાં એમ્બ્રોઈડરી શ્રમિકોની કલેક્ટર સાથે બેઠક:8 કલાક ડ્યુટી અને સાપ્તાહિક રજા નહીં મળે તો 2 ઓક્ટોબરે આમરણ અનશન, શ્રમિક નેતાનો તંત્રને ખુલ્લો પડકાર

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેર અને જિલ્લાના અમરોલી, કતારગામ, અંજની, સચિન, પીપોદરા અને કડોદરામાં આવેલા એમ્બ્રોઈડરી કારખાનાઓના આશરે 10 લાખથી વધુ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી સપ્તાહમાં એક દિવસની રજા અને તેના પૂરા વેતનની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. શનિવારે રજા હોવાથી શ્રમિકો આજે સોમવારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે એકઠા થયા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કારખાનેદાર શ્રમિકોને પગાર સ્લિપ કે પુરાવા આપતા નથી
શ્રમિકોને 8 કલાકની ડ્યુટી અને સાપ્તાહિક રજા મળવી જોઈએ. કોઈ પણ કારખાનેદાર શ્રમિકોને પગાર સ્લિપ કે પુરાવા આપતા નથી. જો શ્રમિકો વિગતો આપે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, જેથી જે કામદારોને છૂટા કરાયા છે તેમને પુનઃ નોકરી પર લેવાની માંગ કરાઈ છે. વહીવટી તંત્રનું આશ્વાસન અને આંદોલનની ચીમકી
જે પણ કંપનીઓ શ્રમ કાયદાનું પાલન કરતી ન હોય તેમની યાદી એક અઠવાડિયામાં સોંપવામાં આવે તો લેબર વિભાગ મારફતે તપાસ કરાવી નિયમભંગ કરનારા સામે પગલાં લેવામાં આવશે. શ્રમિક યુનિયનના પ્રતિનિધિ અજયભાઈ દુબેએ વહીવટી તંત્રના આશ્વાસન સામે અસંતોષ વ્યક્ત કરતા ચીમકી આપી છે કે જો શ્રમ કાયદાઓનો યોગ્ય અમલ નહીં થાય, તો તેઓ આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીથી ભૂખ હડતાળ અને આમરણ અનશન પર બેસશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *