સુરતમાં ડ્રગ્સ પેડલરોની કુંડળી તૈયાર:સુરત પોલીસે અદ્યતન ડોઝિયર બનાવ્યું, નવા પેડલરોની માહિતી માટે 8780600385 નંબર જાહેર

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસે હવે નશાના સોદાગરોનું અદ્યતન ડોઝિયર તૈયાર કરવાનું શરૂ કર્યું છે. એડિશનલ સીપી કરણરાજ વાઘેલાની સૂચના મુજબ, શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા તમામ જૂના અને સક્રિય પેડલરોની યાદી (ડોઝિયર) અપડેટ કરવામાં આવી રહી છે. આ યાદીના આધારે પોલીસ દ્વારા દરેક શંકાસ્પદ પેડલરની ગતિવિધિઓ પર ચોવીસ કલાક બાજનજર રાખવામાં આવશે અને તેમના પર કાયદાકીય ધોંસ બોલાવવામાં આવશે. નવા પેડલરોનો ડેટા એકત્ર કરવા હેલ્પલાઇન જાહેર
ડ્રગ્સ પેડલરોના ડોઝિયરને વધુ મજબૂત અને અદ્યતન બનાવવા માટે સુરત પોલીસે જાહેર જનતાનો સહયોગ પણ માંગ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે નવા પેડલરો સક્રિય થઈ રહ્યા છે, તેમના નામ અને મોબાઈલ નંબરની વિગતો 8780600385 નંબર પર મોકલવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા માહિતી આપનાર નાગરિકની ઓળખ અને નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી નવા પેડલરોને પણ તાત્કાલિક ડોઝિયરમાં સામેલ કરી શકાય. ડોઝિયરના આધારે રોજેરોજ પૂછપરછ અને જાહેરમાં બહિષ્કાર
સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા આ ખાસ ડોઝિયરમાં સામેલ તમામ પેડલરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવાની રણનીતિ ઘડાઈ છે. આ યાદીમાં રહેલા તત્વોને રોજેરોજ પોલીસ ઓફિસે બોલાવીને તેમની અઘરી પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, સમાજમાં આવા તત્વોનો બહિષ્કાર થાય તે હેતુથી વીડિયોના માધ્યમથી તેમજ તેમના જ રહેણાંક વિસ્તારમાં જઈને તેમને જાહેરમાં ખુલ્લા પાડવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *