સુરતમાં તાપી બેકાબૂ બનતાં કતારગામ-રાંદેર કોઝવે ફરી ડૂબ્યો:વાહનવ્યવહાર ઠપ્પ થતાં લાખો લોકોને 8 કિમીના ચક્કર કાપવા પડશે, 4 દિવસ પહેલાં ખુલેલ કોઝવે ફરી બંધ

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ કોઝવે ફરી એકવાર પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં સતત 68 દિવસ સુધી બંધ રહ્યા બાદ માંડ ચાર દિવસ અગાઉ જ તેને સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, આ રાહત લાંબો સમય ટકી શકી નથી અને ચાલુ સિઝનમાં બીજી વખત કોઝવે પર અવરજવર અટકાવવાની ફરજ પડી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો, કોઝવે પર વાહનવ્યવહાર બંધ
ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ કોઝવેની સપાટી ભયજનક રીતે વધીને 6.03 મીટરને પાર કરી ગઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતાં અને જળસપાટી સતત ઊંચી જતી હોવાથી સુરક્ષાના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઝવે પર તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકોને 8 કિલોમીટર લાંબું અંતર કાપવું પડશે
કોઝવે અચાનક બંધ થઈ જતાં સ્થાનિક વાહનચાલકોની મુશ્કેલીમાં ફરી મોટો વધારો થયો છે. કતારગામ અને રાંદેર વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા કેબલ સ્ટેઈડ બ્રિજ જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે તેમણે અંદાજે 8 કિલોમીટર જેટલું લાંબું અંતર કાપવું પડશે. આ વધારાના ચક્કરને લીધે લોકોના સમય અને ઈંધણ બંનેનો બગાડ થશે તેમજ અન્ય પુલો પર ટ્રાફિકનું ભારણ પણ વધશે. તાપી નદીમાં પાણીની આવક હજુ વધવાની પ્રબળ શક્યતા
હાલમાં ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત્ હોવાથી આગામી કલાકોમાં તાપી નદીમાં પાણીની આવક હજુ વધવાની પ્રબળ શક્યતા છે. પાણીનો પ્રવાહ ક્યારે ઓસરશે તે અનિશ્ચિત હોવાથી કોઝવે કેટલા દિવસ બંધ રહેશે તે અંગે પણ અસમંજસ સર્જાઈ છે. હાલ સુરત મહાનગરપાલિકા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા પાણીની સપાટી પર ચોવીસે કલાક ચાંપતી નજર રાખવામાં આવી રહી છે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *