સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા કરી આરોપીઓ રોંગસાઈડમાં ભાગ્યા, CCTV:બે મોપેડમાં સવાર 4 યુવકે છરીના 19 ઘા માર્યાં, રોડ પર લોહીનો રેલો ચાલ્યો; સોપારી આપ્યાની શંકા

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર સોમવારે મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. જાણીતા જમીન દલાલ અને બિલ્ડર 55 વર્ષીય ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની ચાર શખસોએ પીછો કરીને જાહેરમાં છરીના 19 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી. હુમલો એટલો ઘાતકી હતો કે ફૈસલના આંતરડા બહાર આવી ગયા અને આસપાસ લોહીની નદી વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અગાઉના પ્લાનિંગ મુજબ હત્યારાઓ પહેલેથી જ ફૈસલનો પીછો કરી રહ્યા હતા. એટલે કે બ્રિજ પર જતા પહેલા પીછો કરતા આરોપીઓના પણ CCTV સામે આવ્યા છે. બ્રિજ પર મોકો મળતાં જ આરોપીઓએ ફૈસલને ઘેરી પતાવી દીધો હતો. બાદમાં બે મોપેડ પર સવાર ચાર આરોપીઓ રોંગ સાઇડ પરથી પંડોળ તરફ નાસી છૂટ્યા હતા. ભાઠેનાના વસીમ અને અભિષેકની સંડોવણી
CCTV ફૂટેજમાં દેખાતી મોપેડના નંબરના આધારે ચોકબજાર પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેક આ હત્યામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. મોપેડના આધારે પોલીસ અભિષેકના સંબંધીના ઘરે પહોંચી હતી, જ્યાંથી ખુલાસો થયો હતો કે આ વાહન અભિષેક જ લઈ ગયો હતો. જમીન વિવાદ કે USDT ટ્રેડિંગમાં સોપારી અપાયાની આશંકા
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે જમીન વિવાદ અથવા નાણાકીય લેતીદેતીમાં સોપારી આપીને આ હત્યા કરાવવામાં આવી હોઈ શકે છે. મૃતક ફૈસલ ફત્તા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શન ઉપરાંત ક્રિપ્ટોકરન્સીનો મોટો વેપાર કરતો હતો અને તેનું દુબઈ અવારનવાર આવવા-જવાનું રહેતું હતું. CDR રિપોર્ટ પર પોલીસની નજર
પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી, જોકે પરિવારે તેના ધંધાકીય વ્યવહારો અંગે કોઈ ખાસ માહિતી ન હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે મૃતકના મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ્સ કઢાવી તપાસ હાથ ધરી છે. હત્યા પાછળના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં મહત્વની કડીઓ મળવાની પૂરી શક્યતા છે. 3 આરોપીની ઓળખ: PI
ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. ડી. રાતડાએ જણાવ્યું હતું કે હત્યાના આરોપીની ઓળખ કરી પકડી પાડવા માટે ચોકબજાર પોલીસ, ઝોન-3 એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી.ની વિવિધ 10 ટીમો બનાવી તપાસ કરી રહી છે. જેમાં 300 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. આ સાથે 50 શંકાસ્પદોને ચેક કરી વિવિધ ટેક્નિકલ એનાલિસીસ કરી 3 આરોપીની ઓળખ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીને પકડી પડાશે. મૃતક જમીન-મિલકતની દલાલી અને કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો
મૃતક 55 વર્ષીય ફૈસલ ઝકરીયા હસનફત્તા સુરતના રાંદેર, કોઝવે રોડ ખાતે આવેલી અલનુર રેસીડેન્સીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને જમીન-મિલકતની દલાલી અને કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો. તેના પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાનો છે. જેમાં સૌથી મોટો 22 વર્ષીય પુત્ર જે ભાગાતળાવ સ્થિત સિલ્ક સાગર માર્કેટમાં કૌશલ ટેક્સટાઇલ નામે કાપડનો હોલસેલ વેપાર ચલાવે છે. જ્યારે એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે અને તે પતિ સાથે આફ્રિકામાં સ્થાયી થયેલી છે, તેમજ સૌથી નાની દીકરી 16 વર્ષની છે. આ ઉપરાંત, મૃતક ફૈસલે મારીયા નામની મહિલા સાથે બીજા લગ્ન પણ કર્યા હતા, જેનાથી તેને 10 વર્ષની અલીઝા નામની એક પુત્રી છે. વડોદરામાં પ્રેમિકાના મોબાઈલમાં વીડિયોકોલ આવતા પ્રેમીએ ધારિયાના ધા મારી પતાવી દીધી વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામના ખેતરની ઓરડીમાંથી 26 ઓગસ્ટ, 2026ના દિવસે મળી આવેલી મહિલાની સળગેલી લાશનો ભેદ ઉકેલાયો હતો. પ્રેમસંબંધમાં તકરાર થતા પ્રેમીએ જ હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *