સુરતમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પાલિકાની કડક ઝુંબેશ:20 લાખથી વધુ ઘરો, 900થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સર્વે, 28 હજાર સ્થળે બ્રીડિંગ મળતાં લાખોનો દંડ ફટકારાયો

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે શહેરભરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. 1થી 21 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર શહેરમાં ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે તેમજ બાંધકામ સાઇટો પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઘરો અને વિવિધ સંસ્થાઓની તપાસ કરાઈ
આ સમયગાળા દરમિયાન પાલિકાની ટીમો દ્વારા કુલ 20,36,717 ઘરો અને વિવિધ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચકાસણી દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવા સંભવિત 46,33,670 પાત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી કુલ 28,259 સ્થળોએ મચ્છરોના જીવંત બ્રીડિંગ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ બ્રીડિંગનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. 5,340 લોકોને કાયદેસરની નોટિસ ફટકારાઈ
મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરનારા કુલ 5,340 લોકોને કાયદેસરની નોટિસ ફટકારાઈ હતી. તેમની પાસેથી કુલ રૂ. 3,08,800 નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ચાલી રહેલી વિવિધ બાંધકામ સાઇટો પરથી મચ્છરોની ઉત્પત્તિ સબબ રૂ. 15,78,150 જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. બેદરકારી દાખવનારા 122 ઓર્ગેનાઇઝર્સને નોટિસ
આ ઝુંબેશના ભાગરૂપે તા. 12-09-2026 થી તા. 18-09-2026 દરમિયાન વિવિધ ઝોનમાં નાના-મોટા બાંધકામો માટે વિશેષ અઠવાડિક સર્વે હાથ ધરાયો હતો. પાલિકાની ટીમોએ કુલ 928 બાંધકામ સાઇટોનું નિરીક્ષણ કરી 681 સ્થળોએથી મચ્છરોના બ્રીડિંગ શોધી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. બેદરકારી દાખવનારા 122 ઓર્ગેનાઇઝર્સને નોટિસ પાઠવવામાં આવી હતી અને 138 જવાબદારો પાસેથી કુલ રૂ. 4,59,900 નો વહીવટી ખર્ચ વસૂલ કરાયો હતો. ઝોન મુજબ વસૂલાતની વિગતો નોર્થ ઝોન: રિલાયન્સ નગર રૂ. 21,000, આરાધના ઇન્ડસ્ટ્રીઝ રૂ. 20,000, નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 10,000, સેત્નાર રૂ. 10,000 અને સહજાનંદ એમ્બ્રોઇડરી રૂ. 10,000. ઇસ્ટ-A ઝોન: શુભમ એસ્ટેટ રૂ. 10,000, રોયલ એથિક્સ પાર્ક રૂ. 8,500, અર્ચના ઇકો પાર્ક રૂ. 7,500, કબીરવાડી-1 રૂ. 7,000, રાજ બિઝનેસ પાર્ક રૂ. 5,000 અને કર્મા-ક્રિષ્ના પાર્ક રૂ. 5,000. ઇસ્ટ-B ઝોન: રિઓ 29 રૂ. 15,500, વાલક ગામ રૂ. 8,000, દિવ્યપથ હોમ્સ રૂ. 5,500 અને રિવર વિલા બંગ્લોઝ રૂ. 5,000. સાઉથ-A ઝોન: બી.આર.સી. ઇન્ડસ્ટ્રીઝ રૂ. 16,000, નેશનલ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 5,500. રિલાયન્સ મોલ, ઉધના દરવાજા રૂ. 5,000. સાઉથ-ઇસ્ટ ઝોન: સ્કાય બ્લોસમ રૂ. 15,000, ટીપી-19 પરવત રૂ. 5,000, ઓમ નગર રૂ. 3,000 અને રંગીલાનગર રૂ. 2,000. સાઉથ-વેસ્ટ ઝોન: ગિરધર દ્વાર-3 રૂ. 15,500, ઇન્દ્રપ્રસ્થ ભટાર રૂ. 5,000, આગમ હાઉસ રૂ. 5,000 અને સાદા રિયાલિટી રૂ. 5,000. વેસ્ટ ઝોન: સહજાનંદ લક્ઝરીયા બાંધકામ, પોલ્ટ્રી ફાર્મ કેનાલ રોડ રૂ. 18,000, સામર્થ્ય ઇમ્પેરીયા રૂ. 5,000 અને રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ રૂ. 5,000. સેન્ટ્રલ ઝોન: માળી વાડ, કાદરશાહની નાળ મેટ્રો પ્રોજેક્ટ રૂ. 5,500 અને સુરત સ્ટેશન એરિયા રૂ. 4,500. સાઉથ-B ઝોન: આકાર રેસિડેન્સી રૂ. 5,000 અને સુડા સેક્ટર-3 રૂ. 2,500. ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો અટકાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના રહેઠાણ અને બાંધકામ સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખે. અગાસી, ધાબા કે કમ્પાઉન્ડમાં પડેલા નકામા ભંગાર, ટાયર અને પડતર સામગ્રીનો યોગ્ય નિકાલ કરવો, અઠવાડિયામાં એક વખત જમા થયેલા વરસાદી પાણીને સાફ કરવું તેમજ તપાસ અર્થે આવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને સહકાર આપી તેમની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *