ભારતના લૌહપુરુષ અને દેશની અખંડિતા તથા એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા 31 ઓક્ટોબરના રોજ શહેરના તમામ 30 વોર્ડમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલના જીવન, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન તથા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ વિશેષ કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ અને સામાજિક શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં જોડાશે
આ એકતા દિવસના કાર્યક્રમમાં સુરત શહેર સંગઠન દ્વારા વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતાના આ મહાપર્વમાં શહેરની વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓ, સામાજિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓના અગ્રણીઓ, નગરશ્રેષ્ઠીઓ અને વિશેષ આમંત્રિત આગેવાનો ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાની ભાવનાને સુદૃઢ બનાવશે. પ્રત્યેક સ્થળે 3,500થી વધુ લોકોની ક્ષમતા
આ ઉજવણી અંતર્ગત શહેરના તમામ 30 વોર્ડમાં દરેક વોર્ડદીઠ બે અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો યોજાશે. દરેક સ્થળે અંદાજે 3,500 લોકો ઉપસ્થિત રહેશે અને સમગ્ર સુરતના 30 વોર્ડમાં મળીને કુલ 1 લાખ 20 હજારથી વધુ નાગરિકો એકત્રિત થશે. કાર્યક્રમ સાંજે 04:30 કલાકે શરૂ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેનું વિશાળ સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સંબોધન બાદ ઉપસ્થિત તમામ નાગરિકો સાથે મળીને સાંજે ભોજન ગ્રહણ કરશે. જાણો તમારા વોર્ડમાં ક્યાં યોજાશે કાર્યક્રમ (વોર્ડ વાઇઝ સ્થળોની યાદી)
સુરતમાં રાષ્ટ્રીય એકતા દિવસની થશે ભવ્ય ઉજવણી:30 વોર્ડના 60 સ્થળો પર ગુંજશે રાષ્ટ્રીય એકતાનો નારો, 1.20 લાખથી વધુ નાગરિકો ઉપસ્થિત રહેવાની સંભાવના
📅 Published: October 30, 2026 |
📂 Category: gujarati-news
