સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાંથી અચાનક એકસાથે 7 જેટલા પટ્ટાવાળા અને 1 બેલદાર અન્ય ઝોનમાં બદલી કરી દેવામાં આવતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે વર્ગ-4 ના કર્મચારીઓની આ પ્રકારે સામૂહિક બદલીઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં થયેલા આ આકસ્મિક ફેરફારે તંત્રમાં તર્ક-વિતર્કોનો દોર શરૂ કરી દીધો છે. આઠ જેટલા કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં વહીવટી સરળતાના નામે પી.એ. કચેરી સહિતના વિભાગોમાંથી આઠ જેટલા કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કરાયા છે. જેમાં પી.એ. કચેરી ખાતે ફરજ બજાવતા પટાવાળા આદિત્ય એસ. દેશમુખને દેવધ સિવિક સેન્ટર, સુરેંદ્ર બી. રાજપુતને નવાગામ સિવિક સેન્ટર અને સંદિપકુમાર વી. પવારને કુંભારીયા સિવિક સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પી.એ. કચેરીના જ બેલદાર સુનિલ આર. સોલંકીની દેવધ ડેપો ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, પી.એ. કચેરી/ઓફિસમાં ખાલી પડેલી જગ્યાઓ પર મેઇન ડીસ્પેચ વિભાગમાંથી મથુરભાઇ સી. પટેલ, એકાઉન્ટ વિભાગમાંથી હરદેવસિંહ એસ. ડોડિયા, ટેન્ડર વિભાગમાંથી શૈલેશ એસ. સૈદાણે તેમજ જમીન મિલકત વિભાગમાંથી નિકુલ એન. સોલંકીને પટાવાળા તરીકે મુકવામાં આવ્યા છે. પી.એ. કચેરી સાથે સંકળાયેલા આ કર્મચારીઓની સામૂહિક ફેરબદલને લઈને પાલિકા વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સુરત મનપામાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક:લિંબાયત ઝોનમાં વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા 7 પટ્ટાવાળા અને 1 બેલદારની મનમાની પર તંત્રનો સપાટો, એકઝાટકે સામૂહિક બદલીના આદેશ
📅 Published: September 8, 2026 |
📂 Category: gujarati-news
