સુરેન્દ્રનગરના પુનર્વસન કેન્દ્રમાં દિવાળી ઉજવાઈ:ઉપાસના કેન્દ્રના કાર્યક્રમમાં 94 બાળકો અને 79 વાલીઓ હાજર રહ્યા

📅 Published: November 5, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરના ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્રમાં દિવાળી ઉજવાઈ હતી. કાર્યક્રમમાં 94 બાળકો અને 79 વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. તેમાં પ્રવીણભાઈ ભાડકા, પરસોત્તમભાઈ પરમાર, જીજ્ઞાબેન શાહ, ભુપેન્દ્રભાઈ ગોહિલ, પ્રજ્ઞેશભાઈ ચાવડા, પ્રતિક્ષાબા અને તેમની ટીમ તથા ઘનશ્યામભાઈ ભટ્ટી હાજર રહ્યાં હતાં. શાહ યશભાગીએ દિવાળીના મહિમા વિશે વાત કરી હતી. ત્યારબાદ મહેમાનોએ બાળકોને આશીર્વાદ આપ્યા અને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દાતાઓના સહયોગથી બાળકોને મીઠાઈ, બિસ્કિટ અને ચોકલેટ આપવામાં આવ્યાં હતાં. મંચ પરના મહેમાનો અને રાજ સોભાગ સત્સંગ મંડળનાં મુમુક્ષુ ઈલાબેન જયસુખભાઈ મહેતાએ મીઠાઈ આપી હતી. રાજવીર બવરેસીસ, હિમાંશુભાઈ કાગડા, સ્વ. સતીશભાઈના સ્મરણાર્થે તથા ગોવિંદભાઈ, સોહાબેન, મિનલબેન અને ક્રિષ્નાબેને બિસ્કિટ અને ચોકલેટ આપ્યાં હતાં. મહેમાનોએ બાળકોને આ ભેટો આપી હતી. કાર્યક્રમનું સંચાલન સુરેન્દ્રસિંહ મકવાણાએ કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *