સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે કલેક્ટર-પોલીસ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. રેલી-ધરણાની પરવાનગી મૌખિક રીતે નકારાતા કાર્યકરોની અટકાયત થઈ હતી. કોંગ્રેસે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘વોટ ચોરી’ અને મુખ્ય ચૂંટણી કમિશનરની કામગીરીના વિરોધમાં પદયાત્રા, રેલી અને ધરણાનું આયોજન કર્યું હતું. આ માટે તંત્રને અગાઉથી લેખિત અરજી પણ અપાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, તાલીમાર્થી IPS અધિકારી વેદિકા બિહાની દ્વારા બંધારણીય હકો પર મૌખિક પ્રતિબંધ કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે સુપ્રીમ કોર્ટના Himat Lal K. Shah v. Commissioner of Police, Ahmedabad ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. નૌશાદ સોલંકીએ ચીમકી આપી કે જો 7 દિવસમાં તંત્ર તરફથી સંતોષકારક લેખિત ખુલાસો નહીં મળે, તો ગુજરાત હાઈકોર્ટમાં બંધારણની કલમ 226 હેઠળ રિટ પિટિશન દાખલ કરાશે.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને રેલી-ધરણાની પરવાનગી ન મળતા વિરોધ:કલેક્ટર-પોલીસ તંત્ર સામે આક્ષેપ, 7 દિવસમાં ખુલાસો ન મળ્યે હાઈકોર્ટ જવાની ચીમકી
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
