સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:LCBએ 2 આરોપીઓને ઝડપી રૂ. 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર LCB એ કુંથુનાથ દેરાસર પાસેની ગલીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2,63,152 ની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 572 નંગ દારૂની બોટલો જપ્ત કરાઈ. LCBની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,03,152 છે. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન, રૂ. 1,00,000 ની અલ્ટો ગાડી અને રૂ. 50,000 નું એક્સેસ સ્કૂટર પણ જપ્ત કર્યું હતું. આ કેસમાં કિશન મોરીઅને સાહિલ લંઘા નામના બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં શાહનવાઝ હસનભાઈ કુરેશી નામનો એક ઇસમ હજુ ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *