સુરેન્દ્રનગર પોલીસ પરિવારનું નવા વર્ષની ઉજવણી માટે મિલન:એસપી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો એકત્ર થયા

📅 Published: November 9, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારનું નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન યોજાયું. કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનો હેતુ પોલીસ પરિવારના સભ્યો વચ્ચે એકતા, ભાઈચારો, સ્નેહ અને સહકારની ભાવના મજબૂત કરવાનો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વ્યસ્ત ફરજ વચ્ચે આવા મેળાવડા તેમને એકબીજાની નજીક લાવે છે. હાજર લોકોએ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી કરી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *