સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ મંત્રી રાજભા ઝાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન કારીયા, સુરેન્દ્રનગર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કોમલબેન સંધવી અને સુરેન્દ્રનગર શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કરનાર તમામ વીર સપૂતોને કોટિ-કોટિ નમન. તેમણે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને એક ભારત, શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અને વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલયે સ્વતંત્રતા પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
