સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ બાળકો સાથે ગરબે ઘૂમ્યા:જોરાવરનગર હોલ માતાજી મંદિરે નવરાત્રીમાં બાળકોનો ઉત્સાહ વધાર્યો

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જોરાવરનગરના હોલ માતાજી મંદિરે નવરાત્રી મહોત્સવમાં નાના બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. તેમની આ ઉપસ્થિતિથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસવડાએ માતાજીના દર્શન કર્યા બાદ બાળકો સાથે મન મૂકીને ગરબા રમ્યા. ફરજની વ્યસ્તતા વચ્ચે બાળકો સાથેની તેમની આ પળો લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. મંદિરના ગ્રુપ દ્વારા આયોજિત આ મહોત્સવમાં દરરોજ બટુક ભોજન પણ રાખવામાં આવે છે. આ પ્રસંગે પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, કોર્પોરેટર ભાવેશભાઈ પ્રજાપતિ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હિનાબેન ગાંધી અને આયોજક વિરલ ગાંધી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *