સેટેલાઇટમાં ₹4.20 લાખના દાગીનાની ચીલ ઝડપ:વાનમાં બેસીને કૂતરાને ખવડાવતા વૃદ્ધાનાં ગળામાંથી સોનાની ચેઈન-પેન્ડલ લૂંટી એક્ટિવાચાલકો ફરાર

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના પોશ સેટેલાઇટ વિસ્તારમાં વહેલી સવારે એક વૃદ્ધ મહિલા સાથે ચેન સ્નેચિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. 76 વર્ષીય વૃદ્ધા પોતાની મારુતિ વાનમાં બેસીને કૂતરાઓને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે ગળામાંથી રૂ. 4.20 લાખની કિંમતની સોનાની ચેન અને પેન્ડલ ખેંચીને ફરાર થઈ ગયો હતો. બારીમાંથી હાથ નાખી ચેન આંચકી લીધી
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય મીતાબેન ઓઝા 6 સપ્ટેમ્બરના રોજ સવારે પોતાની મારુતિ વાન લઈને શેરીના કૂતરાઓને ખવડાવવા નીકળ્યા હતા. રણુજાનગર પાસે એક બંગલા બહાર વાન ઊભી રાખીને તેઓ કૂતરાઓને બોલાવી રહ્યા હતા. એ દરમિયાન એક્ટિવા પર આવેલા એક શખ્સે વાનની ડ્રાઇવર સાઇડની બારીમાંથી હાથ નાખીને મીતાબેનના ગળામાંથી સોનાની ચેન અને પેન્ડલ ખેંચી લીધું હતું. વૃદ્ધાએ કારથી પીછો કર્યો પરંતુ આરોપી ફરાર
ગળામાંથી સોનું આંચકીને નાસી રહેલા એક્ટિવા ચાલકનો મીતાબેને હિંમત દાખવીને પોતાની વાન દ્વારા સેટેલાઇટ ટાવરથી પ્રેમચંદ નગર રોડ સુધી પીછો કર્યો હતો. જોકે, ઝડપથી એક્ટિવા ભગાવીને લૂંટારૂ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે મીતાબેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *