સોનવાડામાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે સ્થાનિકોનું જીવવું દોહ્યલું થઇ ગયું

📅 Published: September 7, 2026 | 📂 Category: Valsad

વલસાડહાઇવે ઉપર વાહનચાલકો માટે વિઝિબિલિટીની સમસ્યા સર્જાઇ રહી છે. ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર ફોન કરવા છતાં કોઇ કામગીરી નહીં કરતા આખરે ગામના સરપંચે ગ્રામજનો સાથે મળીને સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.

તાજેતરમાં અતુલ વિસ્તારના રહીશોએ અતુલ ફર્સ્ટ ગેટ ઓવરબ્રિજ પર ધૂળની ડમરીઓ સતત ઉડી રહી હોવાથી લોકો અસ્થમા, ખાંસી-શરદી જેવા રોગોનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. હવે વલસાડના જ સોનવાડા ગામના સરપંચ સુરેશભાઇ ધીરૂભાઇ પટેલની આગેવાનીમાં ગામના રહીશોએ કલેક્ટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સોનવાડા ગામે હાઇવે પર સ્થિત ઓવરબ્રિજના બંને તરફના રસ્તા પર દર વર્ષે મોટા ખાડા પડી જવાથી લોકો અકસ્માતનો ભોગ બનતા આવ્યા છે. આ ખાડામાં નાંખવામાં આવતી માટી તેમજ જી.એસ.બી. જેવી કાચી સામગ્રીના ઉપયોગને કારણે વાહનોના ટાયરો ફરવાથી ધૂળના ગોટે-ગોટા ઉડીને ગ્રામજનોના ઘરોમાં જાય છે. જેને કારણે ગ્રામજનો બીમારીનો ભોગ બની રહ્યા છે. જે બાબતે ને.હા.ઓથોરિટીના અધિકારીને વારંવાર જાણ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ આપતા નથી. સરપંચે આ બાબતને ધ્યાનમાં લઇ જરૂરી પગલાં લેવા તથા લોકોને બીમાર પડતા અટકાવવા કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *