સોમનાથથી નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો:અયોધ્યા યાત્રામાં આડવાણીના સારથી બન્યાં, નર્મદા માટે એક દિવસીય સદભાવના ઉપવાસ કર્યા, હાલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે, ત્યારે સોમનાથ સાથેના તેમના ગાઢ સંબંધો અને સંસ્મરણો ફરી સોમનાથવાસીઓ વાગોળી રહ્યા છે. પ્રભાસની પવિત્ર ભૂમિને મોદીના રાજકીય ઉદયની મહત્વપૂર્ણ ભૂમિ માનવામાં આવે છે. પ્રભાસના ઇતિહાસના અભ્યાસુ ભાસ્કર વૈદ્યના જણાવ્યા મુજબ, સોમનાથથી જ નરેન્દ્ર મોદીના ભવ્ય રાજકીય સૂર્યોદયની શરૂઆત થઈ હતી.તેમણે આડવાણી રામમંદિર યાત્રામાં સારથીની ભૂમિકામાં હતા, નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે સદભાવના ઉપવાસ કર્યા હતા. હાલ તેઓ ટ્રસ્ટના અધ્યક્ષ છે. રથયાત્રાનું આયોજન અને સંગઠન ક્ષમતા
1990માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા અયોધ્યામાં રામમંદિર નિર્માણના સંકલ્પ સાથે સોમનાથથી શરૂ કરવામાં આવેલી રથયાત્રાના આયોજન અને વ્યવસ્થાપનમાં નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે સમયે તેઓ સંગઠનના કાર્યકર તરીકે યાત્રાની સમગ્ર વ્યવસ્થા સંભાળતા હતા. રથયાત્રાના સફળ આયોજનથી તેમની સંગઠન ક્ષમતા અને નેતૃત્વની કાબેલિયત રાષ્ટ્રીય સ્તરે વધુ સ્પષ્ટ થઈ અને ત્યારબાદ તેમની રાજકીય સફરે વેગ પકડ્યો. સદભાવના ઉપવાસ કરતાં ગ્રાઉન્ડ ‘મોદી મેદાન’ બન્યું
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પણ સોમનાથ સાથે નરેન્દ્ર મોદીનો સંબંધ સતત ગાઢ રહ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે તેમણે સોમનાથના સદભાવના મેદાનમાં એક દિવસનું પ્રતિક ઉપવાસ કર્યું હતું. ત્યારથી આ મેદાન લોકબોલીમાં ‘મોદી મેદાન’ તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. વિકાસયાત્રાની ઝાંખી
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સોમનાથના વિકાસને નવી દિશા મળી છે. “મેં તો ખોબો માગ્યો ને તે દીધો દરિયો…” જેવી અનુભૂતિ કરાવતી અનેક વિકાસ યોજનાઓ સોમનાથની ભવ્યતા વધારી રહી છે. રાષ્ટ્રીય ફલક પર વિશેષ ઓળખ
તામિલ સંગમ કાર્યક્રમ, સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી અને ખાસ ટ્રેનો મારફતે દેશના વિવિધ વિસ્તારોમાંથી યાત્રિકોને સોમનાથ સુધી લાવવાના પ્રયાસો સહિત અનેક પ્રસંગોએ સોમનાથને રાષ્ટ્રીય ફલક પર વિશેષ ઓળખ મળી છે. આથી 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિને સોમનાથ સાથેના તેમના સંબંધોની ચર્ચા થાય ત્યારે એક વાક્ય સહજ રીતે યાદ આવે છે—“મોદી… છે… તો… મુમકિન… છે…”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *