સોમનાથના મંદિર આસપાસ નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ:સરકારના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર, બંધારણીય હક્કોનો હવાલો, આજે વધુ સુનવણી

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

સોમનાથના 06 નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ રાજ્ય સરકારન જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું છે, જેમાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં માસાહારી ખોરાકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આજે સુનાવણી થશે. રાજ્ય સરકારે પહેલા સિંગલ જજ સમક્ષ 07 દિવસનો સ્ટે માંગ્યો હતો. જો કે કોર્ટે ના કહેતા, બે દિવસનો સ્ટે માંગ્યો હતો. આ માંગણી પણ ફગાવતા કોર્ટે કહ્યું કે આ અરજદારોની રોજીનો પ્રશ્ન છે. આ રેસ્ટોરન્ટ્સ એવા માર્ગ પર આવેલા છે જે સરકારે ઓગસ્ટ મહિનામાં ઈશ્યૂ કરેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા 06 પ્રતિબંધિત વિસ્તારોમાંથી એકમાં આવે છે. આ જાહેરનામા દ્વારા માસાહારી ખાદ્યપદાર્થો પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અરજદારોના એડવોકેટ અસરા૨ મન્સૂરીએ એવી દલીલ કરી હતી કે આ નિર્ણય બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને અધિકારીઓ કોઈ વાજબી કારણ વગર વ્યક્તિને કોઈપણ વેપાર કે આજીવિકા મેળવતા રોકી શકે નહીં. સરકારે ખાસ કરીને સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં તેમજ અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે તેવા 06 વિસ્તારોમાં યાત્રાળુઓની ધાર્મિક ભાવોનાઓને ઠેસ ન પહોંચે તે હેતુથી માસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂક્યો છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે સત્તાવાળાઓએ તેમને તેમની હોટેલો બંધ કરવા મજબૂર કર્યા હતા અને અધિકારીઓ સતત તેમને હેરાન કરી રહ્યા છે. સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા છે અને તમામ યાત્રાળુઓને નોનવેજ ખાદ્યપદાર્થોનો સામનો કરવો પડે છે. અરજદારના જણાવ્યા અનુસાર જ્યારે 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસની પહેલી સુનાવણી થઈ હતી, ત્યારે મામલતદારે આ 06 અરજદારો પાસે પોલીસ ચોકીમાં એક કબૂલાતનામા પર સહી કરાવી લીધી હતી કે તેઓ ભવિષ્યમાં નોનવેજ ખોરાક નહીં વેચે અને માત્ર શાકાહારી ચીજવસ્તુઓનો જ વેપાર કરશે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી તે જ દિવસે મામલતદારે આ રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ કેમ લીધી? આ મામલે વધુ સુનાવણી આજે યોજાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *