પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 80th સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ અને ભગવાન સોમનાથનો ધર્મધ્વજ એકસાથે લહેરાવવામાં આવતાં ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન અને ભારત માતાનું પૂજન કરાયું
રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ભારત માતાનું પૂજન કરાયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પી.કે. લહેરીએ દેશવાસીઓને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગને યાદ કરવા અપીલ કરી
જનમેદનીને સંબોધતા પી.કે. લહેરીએ આઝાદીના સંગ્રામની ગૌરવશાળી ગાથા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દરેક નાગરિકને ‘મેં રાષ્ટ્ર માટે શું કર્યું?’ તે અંગે આત્મમંથન કરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું સન્માન કરવા અપીલ કરી હતી. ટ્રસ્ટના અધિકારીઓ, સુરક્ષા જવાનો, સ્થાનિક પુરોહિતો અને દેશભરના યાત્રાળુઓ ઉજવણીમાં જોડાયા
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સુરક્ષાબળના જવાનો, સ્થાનિક પુરોહિતો તેમજ દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયેલો વિશેષ ત્રિરંગા શૃંગાર ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યો
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવને કેસરી, સફેદ અને લીલા રંગનો વિશેષ ‘ત્રિરંગા શૃંગાર’ કરવામાં આવ્યો હતો. ત્રિરંગા શૃંગારમાં સજ્જ મહાદેવનું આ દિવ્ય સ્વરૂપ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતાં સમગ્ર ધામમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ રચાયો હતો.
સોમનાથમાં રાષ્ટ્રધ્વજ-ધર્મધ્વજ એકસાથે લહેરાયાં:ટ્રસ્ટી પી.કે. લહેરીએ ધ્વજવંદન કર્યું,પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગા શૃંગાર કરાયો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
