ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાલકા મંદિર આસપાસના વિસ્તારમાં જાહેરનામાનો ભંગ થયો છે. વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણ મેન રોડ પર આવેલી કિસ્મત રેસ્ટોરન્ટના બે સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહ વાઘેલાના જાહેરનામા મુજબ, આ નિયત વિસ્તારમાં ઈંડા, માંસ-મટન અને માછલી રાંધવા, સંગ્રહ કરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધ છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કિસ્મત રેસ્ટોરન્ટ ખાતે રોડને અડીને ચિકન, મટન અને ઈંડાના પકવાન બનાવવામાં આવતા હતા. સાથે જ માંસ-મટનનું વેચાણ પણ થતું હતું. પોલીસે બંને સંચાલકોને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે જી.પી. એક્ટ કલમ 131 હેઠળ ફરિયાદ નોંધી જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
સોમનાથ મંદિર આસપાસ જાહેરનામા ભંગ બદલ રેસ્ટોરન્ટના સંચાલકો સામે કાર્યવાહી:સોમનાથ-ભાલકા મંદિર આસપાસ ઈંડા અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ
📅 Published: October 7, 2026 |
📂 Category: gujarati-news
