સોમવારથી બ્રહ્માંડના રાજા સૂર્ય અને કેતુની યુતિ એક મહિનો સિંહ રાશિમાં રહેશે. જેનાં ગંભીર પરિણામો આવી શકે છે. જાણીતા એસ્ટ્રોગુરુ અને જ્યોતિષાચાર્ચ ડૉ. પંકજ નાગરનું માનીએ તો આ સમયમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. દેશ અને દુનિયાના શાસકો અને મોટા માથાંઓ પર સંકટ રહેશે. ક્યાંક રાજકીય ઊથલપાથલ સર્જાશે તો ક્યાંક પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓ પણ બનશે. આ દરમિયાન ઊર્જાનું સંકટ રહેશે અને પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતનાં ઈંધણના ભાવમાં વધારો દેખાશે. આ સમયગાળામાં શું થશે અને શું નહીં થાય એ જાણવા માટે ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગરનો આ વીડિયો જુઓ. વીડિયોમાં સંકટ સમયમાં કરવાના ઉપાય પણ જણાવ્યા છે. drpanckaj@gmail.com
સોમવારથી એક મહિનો સૂર્ય-કેતુની યુતિ:વરસાદ ઓછો રહેશે, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓ અને દેશ-દુનિયામાં રાજકીય ઊથલપાથલ થશે, જાણીતા એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી સમજો
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
