પુણે જિલ્લામાં તલેગાવ દાભાડે શહેરમાં સોશિયલ મિડિયા સ્ટેટસ મુદ્દે ત્રણ સગીરોએ એક 16 વર્ષના કિશોર પર ધારદાર શસ્ત્રથી અનેક ઘા ઝીંકીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. આ ઘટના 20 ઓક્ટોબરે સાંજે 5.15 વાગ્યે શહેરના શિવાજી ચોક ખાતે સ્થિત કપડાની દુકાનમાં બની હતી. પીડિત પર હુમલા પછી નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.સર્વ ત્રણ આરોપીઓ સગીર છે અને કબજામાં લેવાયા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન તલેગાવ દાભાડે પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર શરદ લાગુલેએ જણાવ્યું કે પીડિતે તેના બે મિત્રો હત્યા કેસમાં બાળ નિરીક્ષણ ગૃહમાંથી છુટકારો થયા પછી પોતાના સોશિયલ મિડિયા સ્ટેટસ પર તે મૂક્યું હતું. તેના સ્ટેટસમાં તેણે લખ્યું, ‘‘કિંગ ઈઝ બેક.’’ આ સ્ટેટસ જોઈને ત્રણેય સગીરો અત્યંત રોખે ભરાયા હતા અને પીડિત જ્યાં કામ કરતો હતો તે કપડાની દુકાન ખાતે પહોંચી ગયા હતા અને ધારદાર શસ્ત્રથી તેની પર હુમલો કર્યો હતો. ત્રણમાંથી એક સગીર સામે ભૂતકાળમાં પણ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ છે.
સોશિયલ મિડિયા સ્ટેટસ મુદ્દે 3 સગીરનો કિશોર પર હુમલો:આ ઘટનામાં ત્રણેયને કબજામાં લેવાયા
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
