'સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?', ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ:રાજકોટમાં જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરનો દોરડાથી બાંધ્યો; વડોદરામાં કાળા કપડાં પહેરી વિરોધ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

દેશમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ મતદારોના નામો કપાયા મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આજે ગુજરાતભરમાં કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યો છે. રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા યુવા કાર્યકરને જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. તો વડોદરામાં પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી ઉગ્ર નારેબાજી કરી હતી. મહિલા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જોડાયેલા કોંગ્રેસીઓએ લોકશાહી અને મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવી ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *