હરિયાણાના બે પદયાત્રીઓ સોમનાથ દર્શન બાદ વેરાવળ પહોંચ્યા:ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગ યાત્રા પર નીકળેલા યુવાનોનું સ્વાગત કરાયું

📅 Published: September 21, 2026 | 📂 Category: gujarati-news

હરિયાણાના બે યુવાનો હરવિંદર ગુલીયા અને આકાશ સાગવન ચાર ધામ અને ૧૨ જ્યોતિર્લિંગની પદયાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા અંતર્ગત તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ પહોંચ્યા હતા.હરવિંદર ગુલીયાએ જણાવ્યું કે, તેમણે હરિયાણાથી ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચીને પદયાત્રા શરૂ કરી હતી. છેલ્લા ૪ મહિનાથી ચાલી રહેલી આ યાત્રામાં તેઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી ચૂક્યા છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ધાર્મિક સ્થળોના ઇતિહાસ તથા લોકસંસ્કૃતિને નજીકથી જાણવાનો છે.વેરાવળ ટાવર ચોક પાસે રાજમહેલ આઈસ્ક્રીમ ખાતે સ્થાનિક નાગરિકો વિજયભાઈ અને અનિસ રાચ્છ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.આ ઉપરાંત, બીજા દિવસે દ્વારકા પદયાત્રા જવા માટેની વ્યવસ્થા અને વેરાવળમાં રાત્રિ રોકાણ, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બંને પદયાત્રીઓએ વેરાવળ-સોમનાથના નગરજનોને રસ્તા પર મળીને અને સોમનાથ મહાદેવના દર્શન કરીને સંતોષ અનુભવ્યો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શન, પ્રશાસન, પોલીસ અને સિક્યુરિટીની વ્યવસ્થાથી તેઓ પ્રભાવિત થયા હતા.સોમનાથ ઉપરાંત વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર પગપાળા બેનર સાથે નીકળ્યા ત્યારે સ્થાનિક લોકોએ ‘જય સોમનાથ’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. બંને પદયાત્રીઓએ સોમનાથ અને વેરાવળ વિસ્તારના નગરજનો તરફથી મળેલા પ્રેમ, સત્કાર અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *