હળવદ તાલુકાના રાતાભે ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ₹1.27 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાતાભે ગામમાં પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ કેરવાડીયા, ગણપત પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય ચૌહાણ, જીવરાજ સારલા, ઘનશ્યામ કેરવાડીયા અને જયંતી કેરવાડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,27,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદના રાતાભે ગામે જુગારધામ પર પોલીસનો દરોડો:8 શખ્સો ઝડપાયા, ₹1.27 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
