હળવદમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ:રાજકોટ ફ્લાઈંગ સ્કવોડે રાત્રિ દરોડામાં 5 વાહનો જપ્ત કર્યા

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધરા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી કરી છે. રાજકોટ ફ્લાઈંગ સ્કવોડની ટીમે રાત્રિના સમયે દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા પાંચ વાહનો ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં બે ડમ્પર, બે હિટાચી મશીન અને એક લોડર મશીન સહિત કુલ પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ગુપ્ત માહિતીના આધારે ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા તમામ વાહનો કબજે કરી હળવદ પોલીસને સોંપવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *