હળવદમાં જુગારની બે રેડ: 13 શખ્સો ઝડપાયા:ચંદ્રગઢ અને રાયસંગપરમાંથી ₹1.85 લાખથી વધુ રોકડ જપ્ત

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

હળવદ તાલુકાના ચંદ્રગઢ અને રાયસંગપર ગામમાં પોલીસે જુગારના બે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 13 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ₹1,85,200 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે બંને ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડો હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં આવેલી વિષ્ણુભાઈ જેરામભાઈ હડિયલની વાડીમાં પાડવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરતા સ્થળ પરથી 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹1,61,500 રોકડા જપ્ત કર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં નાનજીભાઈ સુખાભાઈ હડિયલ (રહે. જૂની મામલતદાર કચેરી સામે, હળવદ), રમેશભાઈ જહાભાઈ ચાવડા (રહે. કોંઢ કનકપુર, ધાંગધ્રા), ચંદુભાઈ બેચરભાઈ તારબુંદીયા (રહે. કોંઢ કનકપુર, ધાંગધ્રા), તુલસીભાઈ ચતુરભાઈ સુરાણી (રહે. શિવપુર, હળવદ), જગદીશભાઈ શંકરભાઈ સોનાગ્રા (રહે. લીલાપર ચંદ્રગઢ, હળવદ) અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયા (રહે. બુટવડા, હળવદ) નો સમાવેશ થાય છે. બીજો દરોડો હળવદના રાયસંગપર ગામમાં જાહેરમાં પાડવામાં આવ્યો હતો. અહીંથી 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી ₹23,700 રોકડા કબજે કર્યા હતા. આ દરોડામાં ઝડપાયેલા આરોપીઓમાં રાજુભાઈ બીજલભાઇ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કંઝારીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા (તમામ રહે. રાયસંગપર) નો સમાવેશ થાય છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ બંને ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *