હાજીપુર 42/84 કડવા પાટીદાર પરિવારે બે દિવસીય સ્નેહમિલન યોજ્યું:જૂની પરંપરાઓ તાજી કરવામાં આવી, રમતગમત અને 'વિચારોનું વૃંદાવન' થીમ આધારિત સ્પર્ધાઓ હર્ષભેર યોજાઈ

📅 Published: November 12, 2026 | 📂 Category: gujarati-news

સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ નિમિત્તે ૪૨/૮૪ કડવા પાટીદાર હાજીપુર પરિવારે જયવદનભાઈ ભરતભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે બે દિવસીય ‘પંચમ સ્નેહમિલન તથા રમતોત્સવ-૨૦૨૬’ યોજ્યો હતો. કાર્યક્રમમાં પરિવારના સભ્યો જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત નૂતન વર્ષાભિનંદન અને પરંપરાગત વંદનાથી થઈ હતી. પરિવારના ૭૦ વર્ષથી વધુ વયના વડીલોને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. ૪૨/૮૪ સમાજના પ્રમુખ રામકૃષ્ણભાઈ પટેલ (ચંદ્રાલા) અને કારોબારી દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા હતા. જીગ્નેશભાઈ પ્રવિણભાઈ પટેલના પરિવારે તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપ્યાં હતાં. અતિથિબેન ધવલકુમાર પટેલે દરેક વિદ્યાર્થીને ₹૧૦૦ની ભેટ આપી હતી. રામકૃષ્ણભાઈ પટેલે સમાજના વિકાસ, વડીલોના સંઘર્ષ અને એકતા વિશે વાત કરી હતી. મુખ્ય મહેમાન ડૉ. કેવલભાઈ પટેલ (પ્લુટો હોસ્પિટલ, હિંમતનગર)એ પારિવારિક કાર્યક્રમો અને નવી પેઢીમાં સામાજિક ચેતના કેળવવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. ‘વિચારોનું વૃંદાવન’ થીમ પર પ્રસ્તુતિ યોજાઈ હતી. પરિવારજનો ‘ગાંડીવ’, ‘સુદર્શન’ અને ‘પિનાક’ એમ ત્રણ ટીમમાં વહેંચાયા હતા. તેમણે રમતો અને થીમ આધારિત પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો.યુવાનો, મહિલાઓ અને બાળકો માટે ગિલ્લી-દંડો, વોલીબોલ, થ્રોબોલ, ફુગ્ગા દોડ, ખજાનાની શોધ અને પાસિંગ બલૂન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ટીમ પિનાકે રમતોત્સવ-૨૦૨૬માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટીમ ગાંડીવ અને ટીમ સુદર્શનએ પણ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. રવિ પટેલ અને નરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે સ્નેહભોજન યોજાયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *