હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર હાજીપુર ગામ પાસે આવેલી સાબરડેરીની સાબરદાણ ફેક્ટરીમાં બુધવારે રાત્રે ભુસું ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક ભુસું ખાલી કરવા માટે ફેક્ટરીમાં ઉભો હતો ત્યારે કેબિનના ભાગમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીની ફાયર સિસ્ટમથી પાણીનો મારો શરૂ કરાયો
ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં ફેક્ટરીમાં હાજર સ્થાનિકોએ તાત્કાલિક ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. આગ ઝડપથી ફેલાતાં ટ્રકનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. હિંમતનગર ફાયર વિભાગની ટીમે આગ કાબૂમાં લીધી
ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી
પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાયા બાદ કેબિનના ભાગમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે આગને કારણે ટ્રકમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
હિંમતનગરના સાબરદાણમાં ભુસું ભરેલા ટ્રકમાં આગ:જોતજોતામાં ટ્રકની આખી કેબિન બળીને ખાખ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
📅 Published: September 9, 2026 |
📂 Category: gujarati-news
