હિંમતનગરની બજારોમાં રક્ષાબંધન પૂર્વે ભારે ભીડ:બજારોમાં રાખડીના સ્ટોલ અને લારીઓ પર લોકોની અવરજવર વધતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

રક્ષાબંધનના તહેવાર પૂર્વે હિંમતનગર શહેરના બજારોમાં રાખડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ટાવર ચોક, સ્ટેશન રોડ, નવા બજાર અને જૂના બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બજારોમાં રાખડીના સ્ટોલ અને રોડ કિનારે ઊભી કરાયેલી લારીઓ પર ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. તહેવારની ખરીદીને કારણે લોકોની અવરજવર વધતાં શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને ટાવર ચોકથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન થઈ નગરપાલિકા તરફ જતા માર્ગ પર વાહનોની ભારે અવરજવર જોવા મળી હતી. ટ્રાફિકના યોગ્ય સંચાલનના અભાવે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, શહેરના માર્ગો પર રખડતી ગાયોની હાજરીથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી. આગામી દિવસોમાં તહેવારને કારણે બજારોમાં ભીડ વધવાની શક્યતા છે. આથી, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને રખડતી ગાયોની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *