હિંમતનગરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:વિનાયકનગરમાં ગણેશ મહોત્સવમાં 1008 દીવા પ્રગટાવી આરતી કરાઈ

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગરના છાપરીયા વિસ્તારના વિનાયકનગર ખાતે શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર પરિસરમાં ગણેશ યુવક મંડળ દ્વારા સતત 30મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગણેશ મહોત્સવમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1008 દીવા પ્રગટાવી ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી. 1008 દીવા સાથે ગણપતિદાદાની આરતી
વિનાયકનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગણેશ યુવક મંડળના યુવકોએ મંદિર પરિસરમાં 1008 દીવા પ્રગટાવ્યા હતા. ત્યારબાદ ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને ગણેશ યુવક મંડળના પ્રમુખ અમૃત પુરોહિત સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ ધારાસભ્ય વી.ડી.ઝાલા અને પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયાએ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. બાદમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. 30મા વર્ષે ભવ્ય શણગાર અને સેલ્ફી પોઈન્ટ
ગણેશ મહોત્સવના 30મા વર્ષ નિમિત્તે વિનાયકનગરના મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરને રંગબેરંગી રોશની અને વિવિધ લાઈટોથી સજાવવામાં આવ્યું છે. સાથે જ ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. 1008 દીવાની આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *