હિંમતનગરના વિધાનગરી કેમ્પસ ખાતે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે ‘વિશ્વ બંધુત્વ દિવસ’ ઉજવાયો હતો. સામાન્ય રીતે ધાર્મિક અને આધ્યાત્મિક ઉજવણીઓ સમરોહ પૂરતી સીમિત રહેતી હોય છે, પરંતુ અહીં માનવસેવાના ઉદ્દેશ્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ કેમ્પનું ઉદ્ઘાટન કરી રક્તદાનને મહાદાન ગણાવી લોકોને સેવામાં જોડાવા અપીલ કરી હતી. સંસ્થાના ભાઈ-બહેનો અને રક્તદાતાઓનો ઉત્સાહ કેમ્પ દરમિયાન બ્રહ્માકુમારી જ્યોતિબેન, ઇલાબેન, શોભાબેન, નિશાબેન તેમજ બી.કે. દેવેન્દ્રભાઈ, બહેચરભાઈ, લાખાભાઈ, કરસનભાઈ અને ડાયાભાઈ સહિત સંસ્થાના અનેક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ‘રક્તદાન એ માનવતાની મહાન સેવા છે’ ના સંદેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. વક્તાપુરમાં કડવા પાટીદાર સમાજવાડીનું ઉદ્ઘાટન આ ઉપરાંત હિંમતનગર તાલુકાના વક્તાપુર મુકામે શ્રી કડવા પાટીદાર સમાજવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા સાથે શેડના દાતા પૂ. સંત કરસન બાપા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ પંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, હિતેન્દ્રભાઈ પટેલ, ભગીરથસિંહ ઝાલા, ભારતસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
હિંમતનગરમાં વિશ્વ બંધુત્વ દિવસે રક્તદાન કેમ્પ યોજાયો:દાદી પ્રકાશમણિજીની પુણ્ય સ્મૃતિમાં આયોજન; કડવા પાટીદાર સમાજવાડીનું પણ ઉદ્ઘાટન
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
