હિંમતનગરના મહાવીરનગરમાં આવેલ સી.કે. સમાજવાડી ખાતે તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450થી વધુ કર્મચારીઓએ હાજરી આપી હતી. અગ્રણી વક્તાઓનું સ્વાગત અને સફળ સંચાલન
કાર્યક્રમનો પ્રારંભ સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના પ્રમુખ ગજેન્દ્રભાઈ પટેલના સ્વાગત પ્રવચનથી થયો હતો. સમગ્ર આયોજનનું સંચાલન પેઢમાલા શાળાના આચાર્ય ભવરસિંહ ચૌહાણ અને હિંમત હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે કર્યું હતું. ગ્રાન્ટેડ શાળાઓ અને સ્વજન સહાય અંગે માર્ગદર્શન
આ પ્રસંગે મહેન્દ્રભાઈ પટેલ, સંગઠન કન્વીનર સુરેશભાઈ પટેલ, પ્રવીણસિંહ રાણા, ચતુર્સિંહ ચૌહાણ, અજીતભાઈ પટેલ અને ભાનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા, સંવાદથી સમસ્યા ઉકેલવા અને શિક્ષકો માટે સ્વજન સહાય યોજના અમલી બનાવવા પર ભાર મૂક્યો હતો. વિશેષ ફરાળી ભોજન અને રજિસ્ટ્રેશન વ્યવસ્થા
શ્રાવણ માસ અને શનિવાર નિમિત્તે ફરાળી ભોજન વ્યવસ્થા ચિરાગ, જીગ્નેશ અને નીરજે સંભાળી હતી. રજીસ્ટ્રેશન કામગીરી વક્તાપુર શાળા અને સ્ટેજ વ્યવસ્થા સ્વસ્તિક હાઈસ્કૂલ દ્વારા કરાઈ હતી. તાલુકા આચાર્ય સંઘના મહામંત્રી આઈ.કે. રાઠોડની દેખરેખ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આભાર વિધિ અને રાષ્ટ્રગાન સાથે પૂર્ણાહુતિ
તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સમાપન સામૂહિક રાષ્ટ્રગાન સાથે દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં થયું હતું. તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ શૈક્ષણિક પરિવારની આ વિશાળ હાજરી બદલ આભાર માન્યો હતો.
હિંમતનગરમાં સંગઠન પર્વ 2026ની ઉજવણી:સી.કે. સમાજવાડી ખાતે ગ્રાન્ટેડ શાળાઓ બચાવવા અને સ્વજન સહાય યોજના પર ભાર
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
