હિંમતનગરમાં સાબરકાંઠા પોલીસના યજમાનપદે DGP CUP એથ્લેટિક્સ એન્ડ સાઇકલિંગ-2026 સ્પર્ધા અંતર્ગત વોક રેસનું આયોજન થયું. ગુરુવારે યોજાયેલી આ રેસમાં કુલ 21 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પુરુષો માટે 20 કિલોમીટર અને મહિલાઓ માટે 10 કિલોમીટરની વોક રેસ યોજાઈ હતી. જેમાં 11 પુરુષ અને 10 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહિલા વિભાગમાં રાજકોટ રેન્જના જસદણ પોલીસ સ્ટેશનના નીતા મકવાણાએ 1 કલાક 14 મિનિટ 25 સેકન્ડમાં રેસ પૂરી કરી પ્રથમ સ્થાન મેળવ્યું. પુરુષ વિભાગમાં જેલ યુનિટના મોહિતકુમાર વી. મારું 2 કલાક 33 મિનિટ 11 સેકન્ડમાં 20 કિમીની રેસ પૂરી કરી વિજેતા બન્યા. આ સ્પર્ધામાં ભાગ લેનાર પોલીસ વિભાગના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાબરકાંઠા પોલીસે આ સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું.
હિંમતનગરમાં DGP CUP અંતર્ગત વોક રેસ યોજાઈ:21 ખેલાડીઓએ ભાગ લીધો, મહિલાઓ માટે 10 અને પુરુષો માટે 20 કિમીની રેસ થઈ
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
