હિંમતનગરના છાપરિયા ચાર રસ્તા પાસે આવેલી સુથાર સમાજવાડીમાં આજે ઇસ્કોન વડોદરાના ભક્તિવેદાંત આશ્રમમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો. આશ્રમના કેન્દ્ર પ્રબંધક મુરલી મોહન પ્રભુજીના માર્ગદર્શન હેઠળ રાધા ગોપીનાથજીનો અભિષેક કરાયો. જન્માષ્ટમી મહોત્સવમાં સ્થાનિક ધારાસભ્ય વી.ડી. ઝાલા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. ભાજપ શહેર પ્રમુખ કુલદીપ પાઠક, નગરપાલિકાના કોર્પોરેટરો, ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ ગિરીશભાઈ ભાવસાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કનકસિંહ ઝાલા અને તેમની ટીમ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો અને ભક્તોએ ભગવાન રાધા ગોપીનાથજીના અભિષેકમાં ભાગ લીધો. હરિનામ સંકીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આશ્રમ પરિસર કૃષ્ણમય બન્યું હતું. જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન આશરે 1000 ભક્તોએ ભગવાનના હિંડોળાના દર્શન કર્યા. દર્શન પછી ભક્તોએ મહાપ્રસાદ લીધો. મોટી સંખ્યામાં ભક્તોની હાજરી અને ભક્તિમય કાર્યક્રમોને કારણે ભક્તિ વેદાંત આશ્રમનું વાતાવરણ ધાર્મિક અને આનંદમય બન્યું હતું.
હિંમતનગર ઇસ્કોન સેન્ટરમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:રાધા ગોપીનાથજીનો અભિષેક કરાયો, 1000 ભક્તોએ હિંડોળાના દર્શન કર્યા; ધારાસભ્ય સહિત મહાનુભાવો હાજર રહ્યા
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
