હિંમતનગર RTO પાસે કેળાના કોલ્ડ સ્ટોરેજમાં ભીષણ આગ:દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગરના પાણપુર પાટીયા પાસે RTO ઓફિસ નજીક આવેલા એક કેળાના કોલ્ડ સ્ટોરેજમાં આજે રાત્રે અચાનક આગ લાગી હતી. આગ એટલી તીવ્ર હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં દેખાયા હતા. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ આગ વધુ ન ફેલાય તે માટે ભારે પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ નુકસાન અને આગના સાચા કારણની વિગતો સામે આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *