હિટ એન્ડ રનમાં વધુ એકનું મોત:સરગાસણ બ્રિજ પાસે અજાણ્યા વાહને મજૂરને અડફેટે લીધો'તો, 8 દિવસ બાદ દમ તોડ્યો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર અને અમદાવાદને જોડતા એસ.જી. હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક 26 ઓગસ્ટની રાત્રે સર્જાયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રોજગારીની શોધમાં ગાંધીનગર આવેલા મૂળ બિહારના મનોજ સાહની નામના યુવકને અજાણ્યા ફોરવ્હીલ ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં 8 દિવસ સુધી ઝિંદગી સામે જંગ લડ્યા બાદ યુવકે દમ તોડ્યો હતો, જે અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કામની શોધમાં આવેલા શ્રમિકને પૂરઝડપે આવતી કારે અડફેટે લીધો
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહી છૂટક મજૂરી કરતા રાધે સહની અને તેમનો મિત્ર મનોજ સાહની 26 ઓગસ્ટની રાત્રે આશરે આઠ વાગ્યે કામ અર્થે ગાંધીનગર આવ્યા હતા. તારાપુર બ્રિજ ઉતરીને સરગાસણ બ્રિજ પાસે બંને હાઇવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ-સરખેજ તરફથી પૂરઝડપે આવેલી કારના ચાલકે મનોજને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 8 દિવસની સારવાર બાદ તબીબોએ મૃત જાહેર કર્યો
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનોજને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જહાં સતત 8 દિવસની તબીબી સારવાર છતાં સ્થિતિમાં સુધાર ન આવતાં ગઈકાલે સાંજે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો વતનમાં હોવાથી ફરિયાદમાં વિલંબ
ઘટના સમયે ભોગ બનનાર અર્ધ બેભાન અવસ્થામાં હતો અને તેનો મિત્ર એકલો જ હોસ્પિટલની સારવારમાં રોકાયેલો હતો. વતનમાં રહેતા પરિવારજનોને જાણ કર્યા બાદ અને હોસ્પિટલની કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા પછી મિત્ર રાધેની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *