હોટફિક્સના કચરામાં આગ લાગવાના ફાયર વિભાગને 60 કલાકમાં 13 કોલ:હીરાબાગ ફ્લાયઓવરના બેરિંગ બળતા 10 લાખનું નુકસાન, બીજી ઘટનામાં બે કાર ખાખ

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં ખુલ્લા પ્લોટો અને રસ્તાઓ પર ફેંકવામાં આવતા હોટફિક્સ તેમજ અન્ય પ્લાસ્ટિક કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળવાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. રવિવારે રાત્રે પુણાગામ રોડ અને લંબે હનુમાન રોડ પર હોટફિક્સના વેસ્ટમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ આગની લપેટમાં બે લક્ઝુરિયસ કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે વરાછાના હીરાબાગ સર્કલ પાસે બ્રિજ નીચે આગથી ફ્લાયઓવરને મોટું નુકસાન પહોંચ્યું છે. આ મામલે સંબંધિત પોલીસ મથકોમાં અજાણ્યા તત્ત્વો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હીરાબાગ બ્રિજ નીચે હોટફિક્સ વેસ્ટ સળગતાં બેરિંગ કોટ ડેમેજ
વરાછા વિસ્તારમાં હીરાબાગ ફ્લાયઓવર બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે ફેંકાયેલા હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટના મોટા ઢગલામાં અચાનક આગ લાગી હતી. જોતજોતમાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બ્રિજના સુપરસ્ટ્રક્ચર અને બેરિંગ કોટને નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ બ્રિજના સમારકામ પાછળ તંત્રને ₹10 લાખથી વધુનો ખર્ચ વેઠવો પડી શકે છે. જાહેર અને સરકારી મિલકતને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાથી જવાબદારો સામે કાપોદ્રા પોલીસ મથકમાં સત્તાવાર જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ આગ આપમેળે લાગી કે કોઈએ જાણીજોઈને વેસ્ટનો નિકાલ કરવા સળગાવી તે દિશામાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સીતાનગર રોડ પર આગથી ₹4 લાખની બે કાર ઝપટે ચડી
આ સિવાય અન્ય એક બનાવમાં પુણા ગામ સીતાનગર રોડ પર અંજની બૂટભવાની સર્કલ નજીક ફેંકવામાં આવેલા હોટફિક્સના કચરામાં રવિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને રસ્તા પર પાર્ક કરેલી બે કાર તેની ઝપટે ચડી ગઈ હતી. જેમાં એક કારના માલિકે વરાછા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી અને કારમાં અંદાજે ₹4 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. ફાયર બ્રિગેડને 60 કલાકમાં આગના 13 કોલ
શહેરમાં હોટફિક્સના કચરામાં લાગતી આગ હવે ફાયર વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના કંટ્રોલ રૂમ મુજબ શનિવારે રાત્રે 12 વાગ્યાથી લઈને મંગળવારે સવાર સુધીના માત્ર 60 કલાકના ગાળામાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી હોટફિક્સ વેસ્ટમાં આગ લાગવાના 13 કોલ નોંધાયા હતા. ફાયર ફાઈટરો સતત દોડતા રહ્યા હતા. આટલા ટૂંકા ગાળામાં એક જ પ્રકારના કચરામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ પાછળ કોઈ સુનિયોજિત કાવતરું કે બેદરકારી છે કે કેમ, તે અંગે હવે પાલિકા તંત્ર અને પોલીસ સંયુક્ત તપાસ કરે તેવી માગ ઉઠી છે. આગના કોલની વિગતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *