હોસ્ટેલાઇટ્સ-બૂટલેગરો વચ્ચે મારામારી થઇ હતી:MSUના હોસ્ટેલાઇટ્સ-ABVPના છાત્રોની ગણેશ આયોજન મુદ્દે રોડ પર જૂથ અથડામણ

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

મ.સ.યુનિ.ની બોયઝ હોસ્ટેલની ગણેશ આગમન યાત્રામાં વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. ​કે.એમ હોલ અને એસ.પી હોલના ગણેશજીનું આગમન હતું. આ દરમિયાન હોમ સાયન્સ ફેકલ્ટી નજીક વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. એબીવીપીના આગેવાનો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેર માર્ગ પર જૂથ અથડામણ થતાં બેથી ત્રણ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં કે.એમ હોલ તથા એસ.પી.હોલમાં ગણપતિની આગમન યાત્રામાં વિવાદ થયો હતો. બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાય દિવસોથી એબીવીપીના આગેવાનો દ્વારા કે.એમ.હોલ સહિતના અન્ય હોલમાં ગણપતિ બિરાજમાન કરવામાં આવે છે તેની જગ્યાએ માત્ર એબીવીપી દ્વારા જે ગણપતિ બિરાજમાન કરાય છે તેમાં જ સામેલ થઇ જવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે કે.એમ.હોલના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ બિરાજમાન કરવાનું નક્કી કરીને શુક્રવારે સાંજે આગમાન યાત્રા કાઢવામાં આવી હતી. સામા પક્ષે એબીવીપી દ્વારા પણ આગમાન યાત્રા કાઢવામાં આવી હતી. બંને આગમાન યાત્રાઓ હોમ સાયન્સ ખાતે ભેગી થઇ ગઇ હતી. જયાં એબીવીપીના આગેવાનોએ કે.એમ.હોલના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમે અમારી સાથે કેમ ના જોડાયા? જેના પગલે વાત વણસી હતી અને બંને પક્ષે મારામારી થઇ હતી. મારામારીમાં 2થી 3 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સયાજી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇને સયાજીગંજ પોલીસે વિદ્યાર્થીઓ સામે અટકાયતી પગલા ભર્યા હતાં. આ ઘટના સંદર્ભે એબીવીપીના પ્રમુખ વેદ ત્રિવેદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તે થઇ શકયો ના હતો. હોસ્ટેલાઇટ્સ-બૂટલેગરો વચ્ચે મારામારી થઇ હતી
અગાઉ હોસ્ટેલના વિદ્યાર્થીઓ-બૂટલેગરો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. હોસ્ટેલ ગેટ પાસે નજીવી બાબતે બૂટલેગર અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં પહેલા બૂટલેગરોએ એક વિદ્યાર્થીને માર્યા હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓનું ટોળું અને બૂટલેગરો સામ સામે આવી ગયા હતા. મારામારી કરી હતી અને પથ્થરો પણ ફેંકયા હતા. જોકે ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પૂર્વ મેયરનો પુત્ર અને પ્રદેશ ઉપાધ્યક્ષનો ભત્રીજો ઘાયલ
ગણશે આગમાન યાત્રા દરમિયાન એબીવીપી તથા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વચ્ચે થયેલી મારામારીમાં પૂર્વ મેયરના પુત્ર અને પ્રદેશ ઉપાધ્યક્ષનો ભત્રીજો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ભાજપના અગ્રણીના પુત્રને ઇજા થઇ હોવાની વાત ભાજપના આગેવાનોને મળતા તેઓ પણ એસએસજી હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા. એબીવીપી વર્ચસ્વ જમાવવા જતાં જૂથ અથડામણ થઇ
એબીવીપી દ્વારા હોસ્ટેલમાં માત્ર પોતાના જ ગણપતિની સ્થાપના થાય અને અન્ય તમામ હોલના વિદ્યાર્થીઓ એબીવીપીના ગણપતિ સાથે જોડાય તેવી જીદ્દના પગલે મારામારીની ઘટના બની હતી. છેલ્લા કેટલાય દિવસોથી એબીવીપી દ્વારા વિવિધ હોલના વિદ્યાર્થીઓને ગણપતિ સ્થાપન માટે એબીવીપી સાથે જ જોડાવા માટે દબાણ કરી રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *