100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત…. ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા

📅 Published: September 16, 2026 | 📂 Category: India National

અમેરિકાએ રશિયા પાસેથી વધુ પડતું ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર 100% ટેરિફ લાદવાનો કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુએસ સેનેટની મંજૂરી મળ્યા બાદ, આ બિલ હવે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, યુએસ કોંગ્રેસના નીચલા ગૃહમાં ગુરુવારે (17 સપ્ટેમ્બર) આ બિલ પર મતદાન થશે.

ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે જ- MEA

જો યુએસ બિલ પસાર થાય છે, તો ભારતને 100% ટેરિફનો સામનો કરવો પડી શકે છે.  આ દરમિયાન નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન ગમે તે કરે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે અને કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં. મંગળવારે એક નિવેદનમાં, ભારતે કહ્યું કે જો અમેરિકા ટેરિફ લાદે તો પણ ભારત દબાણને વશ નહીં થાય અને રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે.

‘ભારત પોતાની નીતિમાં ફેરફાર નહી કરે’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે હંમેશા તેના 1.4 અબજ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને તેની ઉર્જા જરૂરિયાતો અંગે નિર્ણયો લીધા છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. અમેરિકામાં, આ બિલને લિન્ડસે ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા અને ઈરાન બિલ નામ આપવામાં આવ્યું છે.

તે યુએસ સેનેટમાં 86.11 ના ભારે મતથી પસાર થયું હતું. તેમાં રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા પાંચ દેશો પર 100% ટેરિફ લાદવાની જોગવાઈ છે, જેમાં ભારત અને ચીનનો સીધો સમાવેશ થાય છે. ભારત સરકારના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ એ સ્પષ્ટ છે કે ભારત સરકાર આ બાબતે તેની નીતિમાં ફેરફાર કરશે નહીં અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

ભારતનું નામ સામેલ કરવાની માંગ

અગાઉ એવા અહેવાલ હતા કે કેટલાક યુએસ કાયદા ઘડનારાઓએ બિલમાં કેટલાક ફેરફારોની ભલામણ કરી હતી જેમાં ભારતને પ્રતિબંધોને આધિન દેશોમાં સીધો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ, બિલમાં ફક્ત “રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય કોઈ દેશનું નામ લેવામાં આવ્યું ન હતું. હવે, ભારતનું નામ અલગથી સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

યુએસ કાયદા ઘડનારાઓ પણ ઇચ્છે છે કે બિલમાં રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદતા 10 દેશોના સ્પષ્ટ નામ આપવામાં આવે અને તેમના પર 100% ટેરિફ લાદવામાં આવે. ભારત અને ચીન ઉપરાંત, આ દેશોમાં તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: West Bengal: IPSની સ્પીચમાં ઇન્શાલ્લાહ અને અસ્સલામુઅલૈકુમ..જય હિંદ કે વંદેમાતરમ કેમ નહીં ? એક્શન લેવાયા 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *