1400 કિલો કેળાનો કાંડ!:કેમિકલમાં ડૂબાડીને પકવવામાં આવી રહ્યા હતા; ફળને ખાવાના હેલ્થ રિસ્ક, આ રીતે કેમિકલ્સ ઓળખો

📅 Published: October 20, 2026 | 📂 Category: Lifestyle

તાજેતરમાં મહારાષ્ટ્રના ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ (FDA)એ નવી મુંબઈના APMC ફ્રૂટ માર્કેટમાં કાર્યવાહી કરી. અહીં કેમિકલથી પકવવામાં આવતા આશરે 1,400 કિલો કેળાં જપ્ત કરવામાં આવ્યાં. તપાસમાં સામે આવ્યું કે કેળાંને એથેફોન કેમિકલના દ્રાવણમાં સીધાં ડુબાડીને પકવવામાં આવી રહ્યાં હતાં. જ્યારે આ રીત સુરક્ષિત માપદંડોની વિરુદ્ધ છે. આ પહેલાં ઑગસ્ટ મહિનામાં કર્ણાટકના ઉડુપીમાં પણ આશરે 10,890 કિલો કેળાં જપ્ત કરવામાં આવ્યાં હતાં. ત્યાં પણ કેળાં પકવવાની પ્રક્રિયામાં નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો હતો. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આવા કેળાં ખાવાથી લાંબા ગાળે પાચન સંબંધિત સમસ્યાઓથી લઈને કિડની અને લિવરને નુકસાન થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે પણ બજારમાંથી કેમિકલવાળા કેળાં તો ખરીદી રહ્યાં નથી ને? આથી આજે ‘કામના સમાચાર’ માં કેમિકલથી પકવવામાં આવતા કેળાં વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- દેવેન્દ્ર કુમાર દુબે, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, દમોહ ડો. સંદીપ દોશી, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ, મુંબઈ સવાલ- કેળાંને કેમિકલથી પકવવાની જરૂર શા માટે પડે છે? જવાબ- કાચાં કેળાંને કુદરતી રીતે પાકવામાં વધુ સમય લાગે છે. તેથી વેપારીઓ બજારની માંગ મુજબ કેળાંને ઝડપથી પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. તેના મુખ્ય કારણો છે- જોકે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવા માટે ખોટી રીતે રસાયણોનો ઉપયોગ કરે છે. પ્રશ્ન- કેળાંને કુદરતી રીતે પાકવામાં કેટલો સમય લાગે છે? જવાબ- કેળાંને કુદરતી રીતે પાકવામાં સામાન્ય રીતે 4-7 દિવસ લાગે છે. જોકે, આ સમય કેળાંની જાત, પાકવાની અવસ્થા અને તાપમાન પર આધાર રાખે છે. ઠંડા વાતાવરણમાં કેળાં ધીમે પાકે છે, જ્યારે ગરમ વાતાવરણમાં ઝડપથી પાકી શકે છે. પ્રશ્ન- કેળાંને ઝડપથી પકવવા માટે કયા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ- કેળાં પકવવા માટે મુખ્યત્વે ઇથિલીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. એથેપોન પણ એક એવું રસાયણ છે, જેમાંથી ઇથિલીન બહાર આવે છે. જોકે બંનેના ઉપયોગની રીત અલગ છે. ઇથિલીન ગેસ એથેપોન ધ્યાન રાખો- કેટલાક વેપારીઓ કેલ્શિયમ કાર્બાઇડ કેમિકલનો ઉપયોગ કરે છે, જે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સવાલ- કેમિકલ્સથી કેળાં પકવવાની પ્રક્રિયા શું છે? જવાબ- આ માટે રાઇપનિંગ ચેમ્બરમાં નિર્ધારિત માત્રામાં ઇથિલિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી કેળાં એકસરખી રીતે પાકે છે. સંપૂર્ણ પ્રક્રિયા ગ્રાફિકમાં જુઓ- સવાલ- ખોટી રીતે પકવેલા કેળા ખાવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે? જવાબ- તેની અસર તરતથી લઈને લાંબા સમય બાદ સુધી જોવા મળી શકે છે. તમામ હેલ્થ રિસ્ક ગ્રાફિકમાં જુઓ- સવાલ- કયા લોકોને આ હેલ્થ રિસ્ક વધુ થઈ શકે છે? જવાબ- ખોટી રીતે પકવેલા કેળા ખાવાથી કેટલાક લોકોને વધુ જોખમ રહે છે, જેમ કે- સવાલ- શું કેળાને બહારથી જોઈને ઓળખી શકાય કે તે કુદરતી રીતે પાકેલું છે કે કેમિકલના ખોટા ઉપયોગથી? જવાબ- હા, રંગ અને છાલની ચમક પરથી કેળાને ખોટી રીતે પકવવામાં આવ્યું હોવાના કેટલાક સંકેતો મળે છે, તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું બંને પ્રકારનાં કેળાંના પોષણમાં પણ ફરક હોય છે? જવાબ- આને પોઇન્ટર્સથી સમજો- સવાલ- કેળાં ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જવાબ- કેળાં ખરીદતી વખતે તેની સ્વચ્છતા, તાજગી અને ગુણવત્તા પર ધ્યાન આપો. બધી સાવચેતીઓ ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- FSSAI મુજબ, ફળોને પકવવાના નિયમો શું છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો– સવાલ- પ્રતિબંધિત કેમિકલથી પકવેલા ફળોની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જવાબ- જો તમને શંકા હોય કે ફળ પકવવા માટે પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો ફરિયાદ કરવા માટે આ રીતો અપનાવી શકો છો- સવાલ- નક્કી કરેલી માત્રા કરતાં વધુ કેમિકલનો ઉપયોગ કરવા અથવા ખોટી રીતે ફળ પકવવા બદલ શું કાર્યવાહી થઈ શકે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- ************** ગ્રાફિક્સ– વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *