21 દિવસની દિવાળી રજાઓ બાદ શાળાઓમાં ભણતર શરૂ:મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પરત ફર્યા; બીજું શૈક્ષણિક સત્ર 2 મે સુધી ચાલશે

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

21 દિવસની દિવાળી રજાઓ પૂરી થતાં રાજ્યભરની શાળા-કોલેજોમાં આજથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું. અરવલ્લી જિલ્લાના મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓ પરત ફર્યા અને અભ્યાસ શરૂ કર્યો. સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. કેટલાક નવા મિત્રો સાથે મળવા તો કેટલાક વેકેશનની વાતો કરવા ઉત્સુક હતા. વિદ્યાર્થીઓની હાજરીથી શાળા કેમ્પસમાં ફરી ચહલપહલ જોવા મળી. સરસ્વતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ શિસ્તથી અભ્યાસમાં જોડાયા. શિક્ષકોએ તેમનું સ્વાગત કર્યું અને નવા સત્રમાં નિયમિત રહેવા તથા અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું. આજથી શરૂ થયેલું બીજું શૈક્ષણિક સત્ર 2 મે સુધી ચાલશે. આ સમયગાળામાં કુલ 124 દિવસ શિક્ષણકાર્ય થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *