3 કાર અને 2 મોપેડના અકસ્માતમાં વૃદ્ધનું મોત:મોટી દમણ કલેક્ટર કચેરી સામે મોપેડ સવારનું મોત, કાર ચાલકની ધરપકડ

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

મોટી દમણ કલેક્ટર કચેરી સામે સવારે 11:30 વાગ્યે 3 કાર અને 2 મોપેડ વચ્ચે અકસ્માત થયો. જેમાં મોપેડ સવાર એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ. પોલીસ ફરિયાદ મુજબ, મગરવાડાના કેતુકુમાર દત્તુભાઈ કામલી કિયા સેલ્ટોસ કાર (DD-03-M-6386) બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાંથી નીકળી રહેલા પ્લેજર મોપેડ (DD-03-N-2195) સહિત અન્ય બે કાર અને એક એક્ટિવાને ટક્કર મારી. ટક્કરથી પ્લેજર મોપેડ ચલાવી રહેલા પરકોટા શેરીના ગોપાલભાઈ રોડ પર પટકાયા અને ગંભીર ઘાયલ થયા. તેમને નમો સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. એક્ટિવા ચલાવતી મહિલાને પણ ઈજા થઈ. અકસ્માતમાં પ્લેજર મોપેડ સહિત હોન્ડા સિટી (DD-03-AM-0017), ક્રેટા (DD-03-M-1872) અને હોન્ડા એક્ટિવા (GJ-15-EB-6472)ને નુકસાન થયું. મૃતક ગોપાલભાઈના પુત્ર હર્ષદ ગોપાલે કારચાલક કેતુકુમાર કામલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *