4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, VIDEO:અમદાવાદમાં દુકાનદારને દંડા, બેટ અને સ્ટૂલથી ફટાકાર્યો'તો, સિગારેટના રુપિયા બાબતે બબાલ કરી આતંક મચાવ્યો હતો

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સિંગરવા વિસ્તારમાં 4 આરોપીને પોલીસે કુકડા બનાવીને જાહેરમાં દંડા ફટકાર્યાં છે. પાન પાર્લર પર સિગારેટના રુપિયા આપવા બાબતે દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. જો કે બાદમાં પૈસા આપી દીધા હતા. પરંતુ આરોપીએ તેના મિત્રો સાથે આવી દુકાનદારને દુકાનની બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ત્યારે ફરિયાદના પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈને ઉઠકબેઠક કરાવી માંફી પણ મંગાવી હતી. સિગારેટના પૈસા બાબતે બોલાચાલી કરી હતી
સિંગરવામાં રહેતા 43 વર્ષીય સુનિલભાઈ કુશવાહ ઓઢવ હુડકો ખાતે ‘કૃણાલ પાર્લર’ ધરાવે છે. 30 સપ્ટેમ્બરે ડેની નામનો શખસ રાત્રિના સમયે તેમના પાર્લર પર આવ્યો હતો અને સિગારેટ લીધા બાદ પૈસા આપવાની ના પાડતો હતો. આ સમયે દુકાન પર હાજર સુનિલભાઈના પુત્ર કૃણાલે આ અંગે પિતા સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યારે સુનિલભાઈની રજૂઆત બાદ ડેનીએ તે સમયે પૈસા આપી દીધા હતા. મિત્રો સાથે આવીને આતંક મચાવ્યો
પૈસા આપીને ગયા બાદ ડેની પોતાના અન્ય મિત્રો સાથે બાઇક પર ફરીથી પાર્લર પર આવ્યો હતો. સિગારેટના પૈસા આપવા બાબતે અદાવત રાખી તેમણે દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ શખસોએ કૃણાલને દુકાન બહાર ખેંચી કાઢીને દંડા, ક્રિકેટ બેટ અને સ્ટૂલથી બેફામ માર માર્યો હતો. આ સમયે ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ ‘સર્વિસ’ કરી
આ હુમલા બાદ સુનિલભાઈ કુશવાહે સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે લઈને પહોંચી હતી. જ્યાં આરોપીઓને જાહેરમાં દંડાથી ફટકાર્યાં હતા. એટલું જ નહીં કુકડા પણ બનાવવામાં આવ્યા હતા. અને કાન પકડીને ઉઠકબેઠક કરવાની કાયદાનું ભાન કરાવીને જાહેરમાં માફી મંગાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *