રાજ્યમાં પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે વર્ષોથી યોજનામાં સેવા આપતા કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને 96 હજાર કર્મચારીઓના હિતમાં સરકાર બેઠક બોલાવે. માસિક 30 હજાર માસિક વેતન આપવા માગ
કર્મચારીઓની મુખ્ય માંગ મુજબ, પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ છેલ્લા ચાર-ચાર વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને લઘુત્તમ વેતનના ધોરણે ₹ 30 હજાર માસિક વેતન ચૂકવવામાં આવે. આ ઉપરાંત ફરજ દરમિયાન અકસ્માત કે અન્ય દુર્ઘટનામાં કર્મચારીનું મૃત્યુ થાય તો તેમના પરિવારને ₹ 4 લાખની સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. શાળાના કિચનમાં હાઈજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવા રજૂઆત
કર્મચારીઓએ માનદ સેવા સમાપ્ત ન થાય ત્યાં સુધી માનદ સેવા ચાલુ રાખવા, તેમજ પોષણ યોજનાના રસોઈયા સહિત તમામ કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. શાળાઓમાં પોષણ યોજનાનું ભોજન તૈયાર કરવામાં આવે છે ત્યારે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દરેક શાળાના કિચન રૂમમાં હાઈજેનિક સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. 96 હજાર કર્મચારી હિતને ધ્યાનમાં રાખી બેઠક બોલાવવા માગ
કર્મચારીઓએ સરકારને 96 હજાર કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક બેઠક બોલાવી તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી છે. જો સરકાર દ્વારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમ અંગે નિર્ણય લેવામાં આવશે તેવી ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે.
‘4 વર્ષથી સેવા છતાં માસિક ₹ 30 હજાર વેતન નથી’:પોષણ શક્તિ નિર્માણ યોજનાના 96 હજાર કર્મચારીની સરકાર સમક્ષ 6 માગ, પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
