ભુજની સંસ્કાર સ્કૂલ ખાતે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધોરણ 1થી 12ના 707 વિદ્યાર્થીઓએ વિવિધ દેશી અને પરંપરાગત 15 રમતોમાં ભાગ લીધો હતો. છાત્રોએ રમતગમત દ્વારા શિસ્ત, ટીમભાવના અને ખેલદિલીનો સંદેશ આપ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ 390 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમારોહમાં શાળાના આચાર્ય વિરાજ બારોટ, ઉપાચાર્ય પંકજ ગામોટ, સંકલનકર્તા ભાગ્યશ્રી જાડેજા, પારસ વાઘેલા, ક્રિષ્નાબેનના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. આ ઉપરાંત શાળાના સ્થાપક કૃપા કારીઆ દ્વારા વિજેતા ‘શૌર્ય હાઉસ’ને ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારનાર રહ્યો હતો.
707 વિદ્યાર્થીએ વિવિધ રમતોમાં ભાગ લીધો:ભુજની સંસ્કાર સ્કૂલમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાઇ
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
