અમદાવાદ શહેરના બોપલ વકીલ બ્રિજ પાસે આવેલા ઇસ્કોન પ્લેટિનમમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ, શાળાઓ અને સંસ્થાઓની જેમ તિરંગો ફરકાવી દેશભક્તિના ગીતો ગુંજ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડીસીપી મહાવીરસિંહ વાઘેલાએ ધ્વજ ફરકાવી સલામી આપી હતી. ઇસ્કોન પ્લેટિનિયમના બાળકો અને સિક્યુરિટી ટીમે પરેડ માર્ચ કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નાગરિકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. કિડોસ ક્લબ શાળાના બાળકોએ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરીને સૌનું દિલ જીત્યું હતું.
80મા આઝાદી દીનની ઉજવણી:અમદાવાદમાં આંબલી પાસેના ઈસ્કોન પ્લેટિનમમાં સેલિબ્રેશન, DCPએ ધ્વજ ફરકાવી સલામી આપી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
