8th Pay Commission : બેઝિક પગાર વધતા DA, HRA અને પેન્શન પર અસર, જાણો ગણિત

📅 Published: October 28, 2026 | 📂 Category: Business

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મૂળ પગાર (Basic Pay) માં થનારો વધારો માત્ર માસિક આવક પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA) અને નિવૃત્તિ લાભો (Pension Benefits) પર પણ લાંબા ગાળાની સકારાત્મક અસર પાડે છે. આ જ કારણે કર્મચારી સંગઠનો દ્વારા લઘુત્તમ મૂળ પગાર અને વાર્ષિક વૃદ્ધિ દરમાં સુધારાની માંગણી કરવામાં આવી રહી છે.

કર્મચારી સંગઠનોની બેઠકો અને મુખ્ય માંગણીઓ

8મા પગાર પંચ દ્વારા કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે સતત ચર્ચાઓ હાથ ધરવામાં આવી રહી છે. આયોગે ૨૨ અને ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મુંબઈમાં બેઠક કરી હતી, જ્યારે આ અગાઉ ૮ ઓક્ટોબરે બેંગલુરુમાં ચર્ચા યોજાઈ હતી. જણાવી દઈએ કે આ માત્ર પ્રસ્તાવ છે અને આયોગ કે સરકાર દ્વારા હજુ આખરી મંજૂરી આપવામાં આવી નથી.

કર્મચારી સંગઠનોએ કમિશન સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:

₹69,000 થી ₹72,000 મૂળ પગારની માંગ: National Council-JCM દ્વારા લઘુત્તમ મૂળ પગાર ₹69,000 અને ફિટમેન્ટ ફેક્ટર 3.833 ની માંગણી કરવામાં આવી છે.

BPMS ની પ્રસ્તાવના: ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ (BPMS) એ લઘુત્તમ મૂળ પગાર ₹72,000 અને ફિટમેન્ટ ફેક્ટર 4 ની માંગ મૂકી છે.

વાર્ષિક ઇન્ક્રીમેન્ટમાં સુધારો: વધતી ફુગાવાનો સામનો કરવા માટે બંને સંગઠનોએ વાર્ષિક પગાર વધારાનો દર વર્તમાન 3% થી વધારીને 6% કરવાની માંગ કરી છે.

બેઝિક પગાર વધવાથી કેમ થાય છે મોટો ફાયદો?

સરકારી કર્મચારીના પગાર માળખામાં મૂળભૂત પગાર સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. 7મા પગાર પંચ હેઠળ વાર્ષિક વધારો મૂળ પગારના 3% લેખે ગણાય છે. જો પ્રારંભિક બેઝિક પે ઊંચો હોય, તો દર વર્ષે મળતી વધારાની રકમ પણ વધુ રહે છે. ઉદાહરણ તરીકે જો 3% ના દરે ₹50,000 ના મૂળ પગાર પર વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ₹1,500 થાય છે, જ્યારે ₹70,000 ના મૂળ પગાર પર સમાન દરે ₹2,100 નો વધારો મળે છે. સમય જતાં આ તફાવત કર્મચારીની કમાણીમાં મોટો ઉમેરો કરે છે.

DA, HRA અને પેન્શન પર થશે સીધી અસર

મૂળ પગાર વધે તો તેની DA, HRA અને પેન્શન પર સીધી અસર થશે. કારણ કે બેઝિક પગાર સાથે અન્ય તમામ મહત્વપૂર્ણ ભથ્થાઓ જોડાયેલા હોય છે:

DA અને HRA: મૂળ પગાર વધવાની સાથે મોંઘવારી ભથ્થું અને ઘર ભાડું ભથ્થું આપોઆપ વધી જાય છે.

રિટેયરમેન્ટ બેનિફિટ્સ: નિવૃત્તિ સમયે મળતું પેન્શન, ગ્રેચ્યુઇટી અને રજાનું રોકડીકરણ (Leave Encashment) પણ મૂળ પગારના આધારે જ નક્કી થતાં હોવાથી નિવૃત્ત કર્મચારીઓને પણ મોટો લાભ મળશે.

8મા પગાર પંચની ભલામણો ક્યારે આવશે?

8મા પગાર પંચની રચના 3 નવેમ્બર, 2025 ના રોજ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ. જયારે અન્ય સભ્યોમાં પ્રોફેસર પુલક ઘોષ અને IAS અધિકારી પંકજ જૈનનો સમાવેશ થાય છે. આયોગે પોતાની રચનાના 18 મહિનાની અંદર અહેવાલ સોંપવાનો રહેશે, જે મુજબ મે-જૂન 2027 ની આસપાસ ભલામણો રજૂ થવાની શક્યતા છે. કર્મચારીઓ આ અંગેની અધિકૃત અપડેટ્સ સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in પર જોઈ શકે છે.

આ પણ વાંચો : Jio IPO Listing : 1358 રૂપિયે લિસ્ટ થયો શેર..તો શું અત્યારે નફો બુક કરી લેવો જોઇએ ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *